ઝાઝી વાતના તો ગાડાં ભરાય
ટૂંકી વાત તો જલદી પતી જાય
તને કહેતાં તો મનડું મારું મૂંઝાય
અડધી વાતમાં માડી તું તો સમજી જાય
સંસારમાં ખૂંપ્યું છે મારું ગાડું સદાય
સહાય વિના તારી, હટે ના એ જરાય
કાઢતા એને, નાકે તો દમ આવી જાય
કૃપા કરજે એવી, હળવું ફૂલ બની જાય
રડતો રડતો આવ્યો છું સંસારમાં માત
હસતો હસતો રાખજે મને હવે સદાય
શાસ્ત્રોની વાત હું સમજું ના જરાય
આશા તો રાખી છે તારી, હૈયે સદાય
સાંભળી છે વાત, આવ્યા જે તારી પાસ
પળવારમાં તું કરે પૂરી તો એની આશ
ઉરમાં લેજે માડી, મારી એક જ વાત
ફેલાવ્યો હાથ તારી પાસે, ખાલી રાખજે ન માત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)