Hymn No. 665 | Date: 31-Dec-1986
|
|
Text Size |
 |
 |
ખસી, ખસતી નથી નયનોથી માડી, મંગળમૂર્તિ મનોહર તારી
Khasi, Khasti Nathi Nayano Thi Madi, Mangal Murti Manohar Tari
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
ખસી, ખસતી નથી નયનોથી માડી, મંગળમૂર્તિ મનોહર તારી, હટી, હટતી નથી હૈયેથી, માડી મનોહર મૂર્તિ તારી કર્યા જાદુ એવા, ભુલાવ્યા સાન-ભાન જગના, હટી, હટતી નથી હૈયેથી, માડી મનોહર મૂર્તિ તારી રહ્યાં નયનોથી ઝરતાં, સદા પ્રેમના ભાવ તો એવા, હટી, હટતી નથી હૈયેથી, માડી મનોહર મૂર્તિ તારી રહે કરુણા વરસી તારી, સદા હું તો રહું ન્હાયે, વર્ણવી વર્ણવાતી નથી, હાલત તો આજ મારી કહેવું કોને, અશ્રુ તો નયનો સદા સારે ખસી, ખસતી નથી નયનોથી મંગળમૂર્તિ તારી દિન પર દિન જાયે, પળ તો વીતતી જાયે હટી, હટતી નથી હૈયેથી, માડી મનોહર મૂર્તિ તારી શોધ્યું કારણ ના જડે, હૈયું અલગ ના પડે ખસી ખસતી નથી, નયનોથી મંગળમૂર્તિ તારી પુકાર અટકી પડે, નયનો તુજને જોતા રહે અલગતા હટતી જાયે, શ્વાસ તારા લેવાતા જાયે હટી, હટતી નથી હૈયેથી, માડી મનોહર મૂર્તિ તારી ઇચ્છા તો છૂટતી જાયે, તુજમાં એ સમાતી જાયે ખસી ખસતી નથી, નયનોથી મંગળમૂર્તિ તારી કૃપા કરતી રહી તું જ્યાં, જરૂર ના રહી અન્યની ત્યાં હટી, હટતી નથી હૈયેથી મનોહર મૂર્તિ તારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|