Hymn No. 710 | Date: 17-Feb-1987
|
|
Text Size |
 |
 |
છુપાવ્યું જ્ઞાન મુજમાં બ્રહ્માંડનું, રાખ્યો મુજને એથી અજાણ ભરી શક્તિ મુજમાં વિશ્વની, રાખ્યો તોયે મુજને એથી અજાણ ભટક્યો વિશ્વમાં, મૂળ શાંતિનું મુજમાં, રહ્યો એનાથી તો અજાણ સુખ કાજે ફર્યો જગમાં, મૂળ હતું મુજમાં, રહ્યો એનાથી તો અજાણ ડર લાગ્યો, હતો હું એકલો, રહ્યો હું તો મુજથી તો અજાણ પ્રકાશ કાજે ફર્યો, પ્રકાશ પુંજ રહ્યો મુજમાં, રહ્યો હું તો એથી અજાણ વિંટાયા વાદળ ઘણા, ન હતા લેવા કે દેવા, રહ્યો તોયે એનાથી અજાણ ઢૂંઢતો રહ્યો સાથ સત્યનો, મળ્યો ના સાથ તારો, રહ્યો તુજથી અજાણ કરતો રહ્યો કિંમત અન્યની, મુજની કિંમત ન જાણી, રહ્યો મુજથી અજાણ મુજને પ્રભુમાં દીઠો, પ્રભુને મુજમાં, ગયો ભેદ તો ત્યાં ઉકેલાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|