મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ પ્રવર્ત્યો આ ભાવ સાચો જ્યાં હૈયે
હસ્તી તારી જગમાં ત્યાં સાર્થક બની, સાધના અહિંસાની ત્યાં સાર્થક બની
શમ્યા ભાવો જ્યાં વિકારોના તો હૈયે, હૈયે ત્યાં પરિતૃપ્તિ તો અનુભવી
વિશ્વની વિશાળતા વ્યાપી જ્યાં હૈયે, વિકારોમાંથી હૈયે મુક્તિ તો અનુભવી
અહિંસાની ચરમસીમા સર જેણે કરી, જગમાં નામ મહાવીર ધારણ કરી
કષાયોને હૈયેથી સદા મહાત કરી, દીધી જગતમાં સાચો માર્ગ તો ચિંધી
વીરતામાં છે વીરતા બસ એક વીરની, જીત મેળવી અંતરની, મહાવીર બની
વહાવી અપાર કરુણા નજરથી ને હૈયેથી, લીધું જગ સમસ્તને એમાં આવરી
મુક્તિના મારગે રહ્યાં જીવનમાં તો એ ચાલી, એ પરમવીરે તો મહાવીર બની
ત્યાગની રાહ ચિંધી જગતમાં સર્વને, જગતમાં તો પરમ ત્યાગી બની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)