છલકાઈ જાય છે, છલકાઈ જાય છે, તોયે ના એ ભરાય છે
મારું આવું રે દિલ છે, છે કેમ એ તો મને ના સમજાય છે
ક્ષણમાં એ છલકાઈ જાય છે, ક્ષણમાં એ ખાલી થઈ જાય છે
કરું ખાલી, ખાલીને ખાલી, પાછું એ તો ઊભરાય જાય છે
ઝીલી ઝીલી ઘા જીવનના, ઘા જલદી રૂઝાઈ જાય છે, એ ના સમજાય છે
ક્ષણમાં એ મૂરઝાઈ જાય છે, ક્ષણમાં નવપલ્લવિત થઈ જાય છે
પડયું છે ને સમાયું છે ઘણું ઘણું, વિશાળતા ના માપી શકાય છે
ના એના વિના રહી શકાય છે, ના દર્દ એનું તો જીરવાય છે
ક્ષણ ક્ષણમાં એ બદલાતું, ને ક્ષણ ક્ષણમાં એવું ને એવું થઈ જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)