Hymn No. 711 | Date: 17-Feb-1987
|
|
Text Size |
 |
 |
1987-02-17
1987-02-17
1987-02-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11700
રાખી જગમાં, એક જ તુજ પર આશા સાચી ઊતર્યા તે ભવપાર
રાખી જગમાં, એક જ તુજ પર આશા સાચી ઊતર્યા તે ભવપાર કરુણાકારી છે તું તો, મારા પર કરતી, કરુણા તું તો અપાર પ્રેમથી સહુને તું તો નીરખે, છે ના હૈયે તારા તો ભેદભાવ - કરુણા... વાટ સદા તું તો જોતી, આવી મળે તને ક્યારે તારા બાળ - કરુણા... સદાયે તું તો માફ કરતી, જાગે જ્યાં હૈયે તો પશ્ચાતાપ - કરુણા... ભાવ થકી તો લાગે નજદીક, જાગે ભેદ ત્યાં દૂર દેખાય - કરુણા... અંતરમાં તો સદા વ્હાલા ભરી, નીરખે સહુને તું તો સદાય - કરુણા... મૂકી માનવમાં શક્તિ તારી, રહ્યો તોયે એ તો નિસહાય - કરુણા... લોભ મોહ અહંના હૈયે દાનવ જાગે, હણે તેને તું તો તત્કાળ - કરુણા... સદા માનવ ઝંખે દર્શન તારા, દેતી તું તો દયાના દાન - કરુણા... રૂપ રૂપમાં ભરી વિવિધતા, રહ્યાં સદા તો માનવ છેતરાઈ - કરુણા...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rakhi jagamam, ek j tujh paar aash sachi utarya te bhavapar
karunakari che tu to, maara paar karati, karuna tu to apaar
prem thi sahune tu to nirakhe, che na haiye taara to bhedabhava - karuna...
vaat saad tu to joti, aavi male taane kyare taara baal - karuna...
sadaaye tu to maaph karati, jaage jya haiye to pashchatap - karuna...
bhaav thaaki to laage najadika, jaage bhed tya dur dekhaay - karuna...
antar maa to saad vhala bhari, nirakhe sahune tu to sadaay - karuna...
muki manavamam shakti tari, rahyo toye e to nisahaya - karuna...
lobh moh ahanna haiye danava jage, hane tene tu to tatkala - karuna...
saad manav jankhe darshan tara, deti tu to dayana daan - karuna...
roop rupamam bhari vividhata, rahyam saad to manav chhetarai - karuna...
Explanation in English
In this bhajan, Shri Devendra Ghia, our Guruji, fondly called Pujya Kaka (Satguru Devendra Ghia) is singing praises of virtues of Divine Mother, in his customary style of communication,
He is communicating...
In this world, I kept my hope only on you, and my hope is fulfilled, and made me attain.
You are symbol of compassion, you have showered so much compassion upon me.
You observe everyone with love, there is no discrimination in your heart.
You are always waiting to be acknowledged.
You have always forgiven those, who have repented from the core.
You are always near if experienced with feelings and emotions, otherwise, you are seen far far away.
In your heart, there is only love. You observe everyone only with love.
You have filled your own energy in human then also he always remains helpless.
Demons arise in terms of greed, temptation and ego, instantaneously, you discard.
Humans always long for your vision, you graciously offer kindness.
You have manifested in so many forms that often, man feels confused and tricked.
Kaka (Satguru Devendra Ghia) is singing praises in glory of Divine Mother.
|