અસુર નિકંદની હે જગમાતા
હે સિધ્ધમાતા છે તું અલબેલી
દુઃખિયા પુકારે તને તો જ્યારે
ચડતી વહારે સદા તું વહેલી – અસુર…
તેજ તણો પુંજ છે તું તો માતા
ધરતી ભક્તિદિન હૈયે તું પહેલી – અસુર…
કર્મોની છે તું તો અધિષ્ઠાતા
જગ ભાગ્યની તો છે તું વિધાતા – અસુર…
હૈયે હૈયે સદા તું તો રમતી
મનડે મનડે સદા તું ફરતી – અસુર…
કારણનું કારણ છે તું તો માતા
બીજનું પણ બીજ છે તું માતા – અસુર…
દયાની રહી છે સદા તું તો દાતા
બાળ કાજે બની સદા તું માતા – અસુર…
ભાવભર્યા હૈયે, તને તો જે ભજતા
દુઃખડા સદા તે એના કાપ્યાં – અસુર…
જ્ઞાન તણી સદા છે તું તો જ્ઞાતા
જડ ચેતન સર્વે તુજમાં સમાયા – અસુર…
ભાવે-ભાવે રૂપ તારા બદલાતા
નામે-નામે ગુણ તારા ગવાતા – અસુર…
નયનોથી પ્રેમના બિંદુ સદા છે વહેતાં
બાળ દેખી, હૈયા ભાવથી ભીંજાતા – અસુર…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)