નથી કરવું, નથી કરવું, કહેતોને કહેતો જાઉં છું
તોયે જીવનમાં એને એજ કરતો હું તો જાઉં છું
સાંભળવું નથી જે જે જીવનમાં, એજ સાંભળતો હું તો જાઉં છું
નથી જોવું જીવનમાં તો જે જે, જીવનમાં એજ જોતો હું તો જાઉં છું
સ્થિર રહેવાની કોશિશ કરતો, અસ્થિરને અસ્થિર રહેતો જાઉં છું
જાવું છું જીવનમાં જ્યાં, બીજેને બીજે હું પહોંચતો જાઉં છું
વધવું છે જીવનમાં આગળ, હટી આગળ પાછળ, ત્યાંને ત્યાં રહી જાઉં છું
કરવું છે જીવનને વશમાં મારા, જીવનમાં બેવશ બનતો હું જાઉં છું
ઝૂકવું નથી જીવનમાં જ્યાં મારે, સંજોગો સામે હું તો ઝૂક્તો જાઉં છું
કારણ વિના મુસીબતો કરી ઊભી, હવે કારણ એનું હું ગોતતો જાઉં છું
જપવા છે જાપ જીવનમાં પ્રભુ તો તારા, માયાના જાપ હું જપતો જાઉં છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)