ન રાખ તું મોહ કાયામાં, જગ છોડતા નહિ આવે સાથે
સગાં-વહાલાં, જગમાં લાગશે પ્યારા, આવશે ના કોઈ એ સાથે
કરી કષ્ટો સહન, કરી લક્ષ્મી ભેગી, પડશે જવી તારે એ મૂકી
વેર, ઝેર બાંધી હૈયે મોટા, ગયો સદા મારગ તું તો ચૂકી
કર્યા હશે કર્મો તે જેવા ને જ્યારે, આવશે સાથે એ તો ત્યારે
વિચારી કર કર્મો તું અત્યારે, પસ્તાવું ના પડે સમય આવે ત્યારે
કરવા પડશે કર્મો, હસતા કે રડતાં, કદી એમાં ના બંધાશે
કરવા કર્મો હાથમાં બાજી તારે, સમજીને સદા તું એ તો કરજે
કરતો રહી કર્મો તારા, ફળ સદા `મા’ ના ચરણે તો ધરજે
ચિંતા કરશે માતા તો તારી, સદા વાત તો તું હૈયે આ ધરજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)