Hymn No. 752 | Date: 28-Mar-1987
|
|
Text Size |
 |
 |
નિત્ય નિયમથી ખૂબ બાંધ્યાં અમને, માડી, એક વખત તું તોડી નાંખ (2) માયામાં ખૂબ નાચ નચાવ્યા અમને, માડી, એક વખત તો સંકેલી નાંખ (2) રાત દિવસ તુજ દર્શન ઝંખીએ, માડી, એક વખત તો દર્શન દઈ નાંખ (2) પાત્રતા તરફ નજર ન નાખજે, માડી, એક વખત પાત્રતા ભૂલી જા (2) હૈયામાં હલચલ મચે સદાએ, માડી, એક વખત શાંત કરી નાંખ (2) મનડું અમારું ફરતું રહે સદાયે, માડી, એક વખત સ્થિર કરી નાંખ (2) કૃપાને લાયક નથી અમે તો, માડી, એક વખત કૃપા કરી નાંખ (2) કદમ કદમ કાંટા વાગતાં રહેતા, માડી, એક વખત ફૂલ વેરી નાંખ (2) દુઃખમાં તો સદા ડૂબ્યાં છીએ, માડી, એક વખત તો દૂર કરી નાંખ (2) કામનાથી હૈયું ભર્યું સદા રહે, માડી, એક વખત કામના બાળી નાંખ (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|