તું તો મારી માડી ને હું તો તારો બાળ
વહેલી આવીને માડી, આજે લેજે મારી સંભાળ
નાચી માયામાં હું તો, થાક્યો છું આજ
આવ્યો છું હું તો તારી પાસે, લેજે સંભાળ
વિકારોથી પીડાયો, ડૂબ્યો છું પાપમાં તો માત
લેજે ઉગારી મુજને માડી, ઝાલીને મારો હાથ
કરી છે ભૂલો મેં તો ઘણી, આજ તો કરજે માફ
માર્ગ ભૂલેલો છું હું તો માડી, પણ છું તો તારો બાળ
લાયક નથી દયાને, પણ દયા તો કરજે આજ
દયાસાગર છે તું માડી, બિરુદ તારું આજ સંભાળ
ગરજ વિના કંઈ સાંભરે નહિ, ગરજ પડી છે આજ
ગુના કર્યા છે ઘણાં મેં તો, માફી માંગુ માત
કરીને માફ માડી, મને તો તારો જ જાણ
કરું ના ભૂલ ફરી, શુદ્ધ બુદ્ધિ એવી તું આપ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)