ઈર્ષ્યાની આગમાં ઝડપાયા, વહેમના વમળોમાં અટવાયા
સુખના કિરણો સદા, એની નીચે તો રહ્યાં દબાયા
હૈયા શંકાથી જ્યાં ઘેરાયા, ક્રોધની જ્વાળામાં સપડાયા - સુખના...
કામના તાંતણાં વીંટાયા, પાપના મૂળ ત્યાં નંખાયા - સુખના...
આળસે હૈયા જ્યાં બંધાયા, યત્નો પર ઘા કારમા લાગ્યા - સુખના...
વેર હૈયામાં જ્યાં ઊભરાયા, બિંદુ કરુણાના ત્યાં સુકાયા - સુખના...
અજ્ઞાન તિમિરે હૈયા ઘેરાયા, સમજણ શક્તિ ગુમાવ્યા - સુખના...
વિવેકથી દૂર જ્યાં ભાગ્યા, અહં હૈયામાં ત્યાં ભરાયા - સુખના...
રાહ સત્યની જ્યાં ભૂલ્યા, ક્ષમા વિના હૈયા સંકોચાયા - સુખના...
લોભના કિરણ તો હૈયે ફૂટયા, લાલચે તો એ લપટાયા - સુખના...
મોહના વમળમાં સપડાયા, નામ પ્રભુના ત્યાં વિસરાયા - સુખના...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)