તારા ને તારા, હૈયાના કાટમાળ નીચે `મા’ દબાઈ છે
હટાવજે તું જરા તો એને, `મા’ ને ત્યાં તો નીરખવાને
ઢગલો મોટો ને મોટો થયો, પ્રકાશથી નયનો વંચિત રહ્યાં
ના કરી કોશિશ હટાવવા, અંધકારે તો ભટકતા રહ્યાં
તારા સીધા સંબંધમાં, છે એ તો સદાએ નડી રહ્યાં
યત્નો કરી કરી, સદા રહેજે તું તો એને હટાવી
નિરાશ ના થઈ, નિરાશા હટાવી, યત્નોમાં જાજે લાગી
ધ્યેય પામ્યા વિના, અધવચ્ચે યત્નો ના દેજે છોડી
આળસ ઘેરી વળે હૈયાને, દેજે એને તો સદાયે હટાવી
ભેગો કર્યો છે ધીરે ધીરે, કરવા દૂર પડશે રાહ જોવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)