ભવેભવના અનુભવ પછી પણ, અનુભવથી તોયે તું તો ખાલી છે
નિતનવો અનુભવ રહ્યો લેતોને, અનુભવ ના એ રહી જાય છે
સુખદુઃખના અનુભવ લીધા ઘણા, એમાંને એમાં ઘડાતો રહ્યો છે
અનુભવે ઘડયું જીવન તો તારું, અનુભવો તોયે ભૂલતો જાય છે
કામ ના આવ્યા અનુભવ તારા પુરાણા, જમાનો જ્યાં બદલાઈ જાય છે
રહીશ ભૂલતો અનુભવ જો તું તારો, જીવનમાં તો તું પસ્તાવાનો છે
અનુભવે અનુભવના હશે સ્વાદ જુદા, એ તો આપતા જાય છે
ઝરશે વાણી એમાંથી રે જેવી, સહુને કામ ત્યારે એ લાગવાની છે
અન્યના અનુભવોને રાખીશ જો તું ધ્યાનમાં, ભૂલો ત્યાં ઓછી થવાની છે
અનુભવ વિનાનો રહેવાનો નથી તું જગમાં, અનુભવો તારા, તને કામ આવવાના છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)