Hymn No. 822 | Date: 31-May-1987
|
|
Text Size |
 |
 |
સુખને ભૂલ, તું દુઃખને ભૂલ, તારી જાતને પણ તું ભૂલ પરમાત્માનો અંશ છે તું, સત્ય કદી તું એ ના ભૂલ છે જગ તો પ્રભુની માયા, જગને હૈયેથી તું ભૂલ માયાને તો હૈયેથી ભૂલ, માયાપતિને કદી ના ભૂલ ક્રોધને ભૂલ, તું વૈરને ભૂલ, અહંને તો સદાયે ભૂલ પ્રાણીમાત્રમાં તો પ્રભુ વસે, સત્ય કદી તું એ ના ભૂલ લોભને ભૂલ, લાલચને ભૂલ, ઇર્ષ્યાને તો સદાયે ભૂલ પીડિશ અન્યને, પ્રભુ રાજી ના રહે, સત્ય કદી તું એ ના ભૂલ પ્રારબ્ધને ભૂલ, ફળને તું ભૂલ, વાસનાને તો સદાયે ભૂલ કરવાનું છે શું જીવનમાં ધ્યેય જીવનનું કદીયે ના ભૂલ આળસને ભૂલ, અભિમાનને ભૂલ, ચિંતાને તો સદાયે ભૂલ ઉપકાર થયા હોયે તુજ પર, જીવનમાં તું કદીયે ના ભૂલ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|