આશા ને નિરાશા વચ્ચે, ઝૂલી રહ્યું છે ધ્યેય તો મારું
આશાએ તો ઝળકી ઊઠે, નિરાશાએ તો દેખાયે અંધારું
કરી રહ્યો સદા યત્નો, થાશે સિદ્ધ ધ્યેય ક્યારે મારું
આળસ તો આડખીલી બને, ધ્યેય દૂર ને દૂર નિહાળું
ના જાણું થાશે કેવી રીતે કાર્ય, પામીશ ધ્યેય તો મારું
ખડક વચ્ચે ફૂટી નીકળે, નિરાશામાં તો હું સપડાવું
યત્નોનું જોર તો જાશે તૂટતું, રહે હૈયું નિરાશાએ છવાયું
કિરણ આશાનું જ્યાં જાગી ઊઠે, યત્નોમાં બમણું જોર પામું
ધ્યેયથી ચલિત ના થઈ, જ્યાં આગળ તો વધતો જાઉં
ધ્યેયની નજદીક જાતો, હું તો ધ્યેય તો પામું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)