ભક્તિની રાહમાં, ચાલજે સદા તું સંભાળીને
લેજે પકડી `મા’ ની આંગળી, કદી ના એને તું છોડજે
લીસું અને લપસણું, આવશે એમાં તો સદાયે
ભરજે પગલાં ધીરે ધીરે, સદાયે સમજીને
ભરશે પગલાં ગફલતમાં, નીચે તું તો પછડાશે
ઊભો પાછો થાવા, સદા સહાય `મા’ ની તો જોશે
ફૂલ અને કાંટા તો સદાયે મળી રહેશે
બચીને એનાથી સદા આગળ વધતો રહેજે
અહંના ભારે પગલાં તારા, ભારી ના બનાવજે
`મા’ ના ભરોસે ને ભરોસે, વધતો આગળ જાજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)