સરતો સરતો પગ મારો, સરતો તો ગયો
પાપમાં સરી, ક્યાં ને ક્યાં એ પહોંચી ગયો
કરી કોશિશ સ્થિર થાવા, સ્થિર એ ના થયો
ડગમગતો, ડગમગતો, હું તો લથડતો રહ્યો
અંધારા આંખે છાયા, અંધારે અટવાઈ ગયો
જાગી ઝંખના પ્રકાશની, પ્રકાશ તો ના મળ્યો
સૂઝ્યો ના સાચો મારગ, ઊંધે રસ્તે ચડયો
ઊંધાને સાચું સમજી, અથડાતો અથડાતો રહ્યો
અટકીશ ક્યાં જઈને, અંદાજ તો ચૂકી ગયો
સરતો સરતો પગ મારો, સરતો ને સરતો રહ્યો
ઢૂંઢયો સહારો, પણ સહારો તો ના મળ્યો
આખરે તો હું નિરાશ થઈ બેસી ગયો
કૃપાથી `મા’ નો વિચાર હૈયામાં ઝળકી ગયો
અંધારે અજવાળું થયું, મારગ સાચો મળી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)