Hymn No. 839 | Date: 10-Jun-1987
|
|
Text Size |
 |
 |
રડતાંને પણ તું હસાવે, મડદામાં પણ પ્રાણ તું લાવે, માડી કૃપા જ્યારે તું તો ઉતારે ખુલ્લાં આકાશે વીજળી ચમકાવે, રણમાં મીઠો વીરડો બનાવે, માડી કૃપા જ્યારે તું તો ઉતારે ક્રૂરને પણ તું દયાળુ બનાવે, ચોરના હૈયાને પણ પલટાવે, માડી કૃપા જ્યારે તું તો ઉતારે ચંદ્ર સૂરજને તો ફરતા રાખે, સમુદ્રમાં ભરતી ઓટ તો લાવે, માડી કૃપા જ્યારે તું તો ઉતારે પાપીઓનો તો નાશ કરે, પુણ્યશાળીને તો તું ઉગારે, માડી કૃપા જ્યારે તું તો ઉતારે શ્વાસોશ્વાસ તો તું લેવરાવે, મરણની ચાવી છે પાસે તારે, માડી કૃપા જ્યારે તું તો ઉતારે ઇચ્છા વિના પાંદડું ના હાલે, જગમાં જીવને કર્મો તું તો કરાવે, માડી કૃપા જ્યારે તું તો ઉતારે પાપીઓને તું લલકારે, ટકે ધર્મ તો તારા આધારે, માડી કૃપા જ્યારે તું તો ઉતારે પૃથ્વી ટકે સત્યના આધારે, સત્ય તો ટક્યું છે તારા આધારે, માડી કૃપા જ્યારે તું તો ઉતારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|