ઓ મૂઢમતિ માનવ, કદમ કદમ પર તારા, બંધાયા છે વિષના ભારા
ડૂબીને આ પ્રપંચી સંસારમાં, બનાવ્યા તેને તેં તો પ્યારા
સદાયે બની દુર્લક્ષ તરફ એના, સહ્યા ભાર તો એના
રોકી રાખ્યા સદાયે તારા પગલાં, બંધાયા છે એવા વિષના ભારા
કદમ કદમ પર ડંખ લાગ્યાં, મોહમાં એ તો ના વરતાયા
રાહ સાચીથી ઉતારી તને, ખોટી રાહે કદમ તો મંડાવ્યા
ડગલે ડગલે મોહમાં ડુબાવી, ભાન તારા તો ભુલાવ્યા
સઘળી સમજ તેં તો ગુમાવી, બંધાયા છે એવા વિષના ભારા
હૈયું સ્વીકારે ના સ્વીકારે, ઉઠાવી રહ્યો છે તું તો એ ભારા
ગતિ તારી રહી છે રૂંધાતી, તોય છૂટયા નહિ એ ભારા
કરી શકીશ સહન તું જગમાં, ભાર એનો તો કેટલા દહાડા
વિચારીને તું છોડતો જાજે, બંધાયા છે એવા વિષના ભારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)