Hymn No. 864 | Date: 20-Jun-1987
|
|
Text Size |
 |
 |
આ જગમાં આવી, મુક્તિ કાજે, લક્ષમાં રાખજે વાત જગના સર્વે કર્મોની, તો કર્તા છે, જગજનની માત કર્મો તો ખેંચશે એ, ના દેખાશે, રૂંધાશે તારા શ્વાસ કર્મો સદા કરતો રહી, ચરણે ધરજે એને તું તો ખાસ ના ધરજે ફળની આશા હૈયે, કરજે કર્મો બની નિષ્કામ હૈયું સદાયે સાફ કરીને, કાઢજે તું વિકારો તમામ મનને સદાયે, પ્રભુમાં જોડી, કરતો રહેજે તું કામ હસતા હસતા સ્વીકારતો રહેજે, સુખદુઃખ તો તમામ દયાનિધિની દયા ઉપર, રાખી ભરોસો, રાખ અતૂટ વિશ્વાસ સદા સુખ ને દુઃખમાં તો દેશે દીનાનાથ તો સાથ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|