પડતો જાઉં, ઊભો થાતો જાઉં, માયાના રંગે તો રંગાતો જાઉં
દોડતો જાઉં, થાક્તો જાઉં, માયામાં તો સદા ડૂબતો જાઉં
વગર વિચારે કરતો જાઉં, પણ સદા પસ્તાતો તો જાઉં
વિકારો ને વિચારોએ તણાતો જાઉં, ક્યાંનો ક્યાં ઘસડાતો જાઉં
ખોટામાં તો રાચતો જાઉં, દુઃખમાં તો ડૂબતો જાઉં
સુખ તો શોધતો જાઉં, માયામાં ઊંડો ઉતરતો જાઉં
મોહમાં લપટાતો જાઉં, સારું, નરસું તો ભૂલતો જાઉં
કરી વિચારો, ઊંડો ઉતરતો જાઉં, નિરાશાએ ઘેરાતો જાઉં
મનને તો મનાવતો જાઉં, મનથી તો ભાંગતો જાઉં
હૈયે તો બહુ `મા’ મલકાતો જાઉં, દયાની ભીખ તો માંગતો જાઉં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)