એકલતા તુજને રુચિ ના માડી, સૃષ્ટિ તેં તો સર્જી
એકમાંથી અનેક થઈને `મા’ , લીલા તેં તો કેવી કીધી
માયા ભી તારી, બાળ ભી તારા, માયામાં દીધા એને બાંધી
અટવાતા અથડાતા રહ્યાં, તોય દયા કેમ ન એની ખાધી
કર્મો કેરી જાળ તો બિછાવી, લાગે તોડવી એ તો ભારી
કર્મોથી જ એ જાળ તોડાવે, જ્યારે થાયે ઇચ્છા તો તારી
ગુના કરાવે, માફી આપે, સાચું શું સમજવું એમાં તો માડી
બુદ્ધિ ભી દીધી છે તારી, તોય લીલા તારી ન પમાણી
હસતાને ભી તો તું રડાવે, રડતાને પણ દે તું તો હસાવી
ના સમજાતું એમાં તો કાંઈ માડી, બુદ્ધિ જાતી અમારી અટવાઈ
એકલતા જો તુજને સાલતી હોય તો માડી, લેજે મુજને બોલાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)