કોઈને સત્કારજે આંખથી, કોઈને વાતથી, કોઈને ગળે લગાવી
વિવિધ ભાવો વહેતાં રહે, સત્કારીએ તો સહુને ખરા ભાવથી
આવે, બેસાડી સત્કારીયે, ધરીને શીતળ જળ તો પ્રેમથી
ખબર અંતરનો ધીરેથી પૂછીએ, ખરા અંતઃકરણથી
ભૂખ્યા હોય જો, તો ધરીએ ભોજન તો પૂરા પ્રેમથી
ઢાળી દેજે ઢોલિયો એને, દેજે પગ તો એના રે ચાંપી
કાપજે બને તો દુઃખ તો એનું, છોડે ન આંગણું તારું નિરાશાથી
અવગણના કરજે ના એની, લાવ્યો હોયે ભલે એ દુશ્મની
ભાવ તારા ભળશે જ્યાં સાચા, મળશે આશિષ તો પ્રભુની
આવશે કદી એ તો, તારે આંગણીયે, તારા તો મહેમાન બની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)