શક્તિશાળી `મા’, તારો આ બાળ આજ શક્તિહીન બન્યો છે
ખેંચાઈ રહ્યો છે ચારે દિશાથી, ખેંચાણથી મજબૂર બન્યો છે
મોહમાં એ તો લપટાઈ, ખૂબ વિવેકહીન બન્યો છે
લાલચે એ તો લલચાઈ, ડૂબતો ને ડૂબતો રહ્યો છે
બંધાઈ એ તો આળસે, પુરષાર્થથી હીન બન્યો છે
મનની સાથે દોડી-દોડી, એ તો હવે થાકી ગયો છે
ઘેરાઈ ખૂબ કામનાઓથી, પાપમાં એ તો ડૂબી ગયો છે
ફુલાઈ અહંમાં એ તો, તુજથી દૂર ને દૂર જઈ રહ્યો છે
ખેંચતાણોથી ખૂબ ખેંચાઈ, એ તો હવે ત્રાસી ગયો છે
આવ્યો છે આજ તુજ ચરણે, પશ્ચાતાપે તો જલી રહ્યો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)