નયનો શોધી રહ્યાં `મા’ તને, શોધી રહ્યાં જગ મહીં
શોધી વળ્યો ખૂણેખૂણો `મા’, ને ગલી-ગલી
ફરતો રહ્યો હું અહીં-તહીં, ભાન બધું મારું તો ભૂલી
ક્યાં રહ્યો હું ફરતો, ક્યાં અટક્યો, સમજ તો ના પડી
નજર-નજર તો ફેરવી, નજરમાં તો તું ક્યાંયે ના જડી
ફર્યો બધે આવેશો ને આવેશો તો હૃદયે ભરી
થયાં વહેતાં નયનોમાં જ્યાં આંસુ, બનતું ગયું હૈયું ખાલી
ઝીલતા ગયા તો કિરણો `મા’ તારા, વહે છે જે જગમહીં
આકાર એ તો લેતા ગયાં, નયનો સામે મૂર્તિ તારી બની
હૈયું ખૂબ હરખાઈ ગયું, આંસુઓ નયનોથી ગયા સરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)