Hymn No. 5690 | Date: 24-Feb-1995
|
|
Text Size |
 |
 |
ભૂલોને ભૂલો રહ્યો કરતો જીવનમાં, શોધે છે રડવાનું કારણ બીજું શાને રે હવે તારી ને તારી ભૂલોમાં રહ્યો તું ત્યાંને ત્યાં, શોધે છે દોષ એમાં બીજાનો શાને રે હવે કરતો રહ્યો ક્રોધ જ્યાંને ત્યાં, રહ્યાં દૂર સહુ તારાથી, શોધે કારણ એનું શાને રે હવે રાખ્યું ના વર્તન તારું તેં કાબૂમાં, રહ્યો પીડાતો એમાં, ગોતે છે કારણ એનું શાને રે હવે ધર્યા રૂપો બિહામણાં, મૂંઝવણોએ જીવનમાં, રોક્યા ના શરૂમાં, ગભરાટનું કારણ ગોતે છે શાને રે હવે કરતા કર્મો ના અચકાયો, મળતા રહ્યાં છે ફળ આકરા, કારણ બીજું ગોતે છે શાને રે હવે ફુંક્યા બણગાં ખૂબ જીવનમાં, પડે છે ગળવા વચનો તારા બોલને, અચકાય છે શાને રે હવે અભિપ્રાયો બદલવા પડે છે તારે, સંજોગો જ્યાં બદલાયા, કરે છે ફીકર એની શાને રે હવે વેર ને વેર છોડયા નહીં જીવનમાં જ્યારે, તો તેં શોધે છે પ્રેમ જીવનમાં શાને રે હવે દુઃખના ગાણા કર્યા ના બંધ તેં, આવકારી શકીશ સુખ ક્યાંથી, છોડવું નથી ગાણું શાને રે હવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|