મીઠાં મીઠાં, ઝીણા ઝીણા રણકારે તો વાગે `મા’ ના નૂપુર
હૈયું મારું દે એ તો હલાવી, બનાવે એ તો મને મજબૂર
મનડું મારું, ચિત્તડું મારું, ખેંચે એ તો, બનું એમાં ચકચૂર - મીઠાં...
જગાવે આશા અનોખી એ તો, આપે અણસાર તો `મા’ નો જરૂર - મીઠાં...
હૈયું પ્રેમે તો ઉભરાતું જાયે, વહે નયનોથી તો આંસું - મીઠાં...
કારણ બીજું ગોત્યું ના જડે, સંભળાયે તો એના મીઠાં સૂર - મીઠાં...
ભૂલું મારું ભાન હું તો, બનું હું તો એમાં મશગૂલ - મીઠાં...
સૂણતા સૂણતા નાદ એનો, છૂટે મારા મનનો તો કાબૂ - મીઠાં...
નાદે-નાદે ઘૂમતો રહી જગમાં, હું તો બધે ફરતો રહું - મીઠાં...
નાદ તો જ્યાં અટકે, લાગે હૈયું જાશે અટકી તો જરૂર - મીઠાં...
મીઠાં મીઠાં, ઝીણા ઝીણા રણકારે તો વાગે `મા’ ના નૂપુર - મીઠાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)