વાત મારી સાંભળતી નથી, મારી સાથે કંઈ બોલતી નથી
`મા’, જા તારી સાથે હવે હું તો કંઈ નહિ બોલું
પ્રહલાદ કાજે સ્તંભ તોડી, ધ્રુવ કાજે સામે તું તો દોડી
દ્રૌપદી કાજે ભરી સભામાં દોડી, પાર્થ કાજે સારથિ તો બની
જ્ઞાનદેવ કાજે મહિષ મુખે બોલી, નામદેવ કાજે બેસી સામે જતી
અખેચંદ કાજે બાહ્ય ભીની કીધી, સેના ભગત કાજે નાઈ તો બની
દયાહીન તો તું થાતી નથી, દયા તો આજે કેમ કરતી નથી
મીરાં કાજે ઝેર તો પી ગઈ, ગજેંદ્ર કાજે ગરૂડે તો તું ચડી
બલિ કાજે તો તું વામન બની, જગ કાજે તો તું વિરાટ બની
દેશળ કાજે તો ચાકરી તેં કરી, નરસી કાજે તો હૂંડી સ્વીકારી
વલ્લભ કાજે નાત તો તેં જમાડી, રામકૃષ્ણ કાજે મૂર્તિમાં જીવંત બની
મારા કાજે આજે બેઠી બહેરો કાન ધરી, લાવું દવા તો એની ક્યાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)