હૈયાના ખૂણે તો બેસી, રટજે તું `મા’ નું નામ
સાંભળશે ના કોઈ વાત તારી, બેઠી-બેઠી સાંભળશે માડી – હૈયાના…
ના ખબર પડશે જગને કાંઈ, તોય સાંભળશે માડી – હૈયાના…
ના જોશે કોઈ દીવો તો તારે, જોશે તો ત્યાં શુદ્ધ ભાવ – હૈયાના…
બેઠી-બેઠી એ તો જોતી રહેશે, વાંચશે તો તારા ભાવ – હૈયાના…
ના જાણશે તો કોઈ જગમાં, એ કરશે ત્યાં તો વાત – હૈયાના…
સાચની તો એ સાથમાં રહી, દેશે એ તો તને સાથ – હૈયાના…
ના કરજે ઢોંગ ધાર્મિકતાનો, ધરમ તો હૈયેથી તું પાળ – હૈયાના…
વસશે હૈયે પ્રેમથી જ્યાં `મા’, હટશે વિકારો તારા તમામ – હૈયાના…
રાતદિવસ રાજી રહેશે, જ્યાં રાજી રહેશે તો માત – હૈયાના…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)