ચરણ મારા ક્યાં મૂકું માડી, ચરણે ચરણે વાસ તો તારો છે
શ્વાસ હૈયે કેમ ભરું `મા’, શ્વાસે-શ્વાસે ગંધ તો તારી છે
વેર કરું ક્યાં હું અન્યથી, સહુ કોઈ તને તો પ્યારા છે
ક્યાં ધિક્કારું આ શરીરને, શરીર દેન તો તારી છે
સંજોગોથી તો ક્યાં ભાગી શકું, સંજોગ એ ભેટ તો તારી છે
વિચારોને કેમ હટાવું `મા’, વિચારો તુજથી તો જાગ્યા છે
દુશ્મન ભી તો દુશ્મન નથી મારા, દુશ્મનમાં ભી વાસ તો તારો છે
ચલણ મારું તો કંઈ ચાલે નહિ, ચલણ તારું તો ચાલે છે
અન્ન પણ કેમ ગ્રહણ કરવું `મા’, અન્નમાં ભી વાસ તારો છે
થાકી થાકી જ્યાં ખૂબ થાકું, વિચાર ત્યાં તો આવે છે
મુજમાં રહીને તું તો માડી, નાવ મારી તો ચલાવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)