લંગર વિનાની મારી નાવને માડી, તારા લંગરની જરૂર છે
અંકુશ વિનાના મારા અહંને માડી, તારા અંકુશની જરૂર છે
તોફાને ચડેલી મારી નાવને માડી, તારા કિનારાની જરૂર છે
સંસાર તાપે સુકાયેલા મારા હૈયાને માડી, તારા પ્રેમની જરૂર છે
અંધકારે અટવાતા મારા હૈયાને માડી, તારા પ્રકાશની તો જરૂર છે
મૂશળધાર વરસતા વરસાદે માડી, તારા છત્રની તો જરૂર છે
વિધાતાના ઘા રૂઝવવા માડી, તારી દવાની જરૂર છે
તારી કસોટીમાં પાર ઉતરવા માડી, તારી કૃપાની જરૂર છે
જિંદગીની ભૂલો માફ કરવા માડી, તારી દયાની જરૂર છે
મારા જનમના બંધન કાપવા માડી, તારા દર્શનની જરૂર છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)