Hymn No. 930 | Date: 05-Aug-1987
|
|
Text Size |
 |
 |
ઢોલના ઢમકારે, શરણાઈ ના સાદે, આનંદ તો રેલાયે માડી તારા નોરતામાં
Dhol Na Dhamkare, Sharnai Na Saade, Anand To Relai Madi Tara Norta Ma
નવરાત્રિ (Navratri)
ઢોલના ઢમકારે, શરણાઈ ના સાદે, આનંદ તો રેલાયે માડી તારા નોરતામાં બાળ ને વૃદ્ધો આજે, યુવાનોની સાથે, આનંદે તો મ્હાલે માડી તારા નોરતામાં તપસ્વીના તપમાં, ભક્તોની ભક્તિમાં, અનોખા રંગ રેલાયે માડી તારા નોરતામાં ઉમંગભરી બાળાઓ, ભરી ઉમંગ તો હૈયે, ગરબે તો ઘૂમે માડી તારા નોરતામાં અશક્તમાં શક્તિ તો આવે, શક્તિના દર્શન થાએ, માડી તારા નોરતામાં કૃપા તારી વિશેષ વહેતી, ઝીલે સહુ પ્રેમે ધરી, માડી તારા નોરતામાં રંગબેરંગી વસ્ત્રો પહેરી, ઘૂમે સહુ નર નારી, માડી તારા નોરતામાં શ્વાસે શ્વાસે ઊભરાયે શક્તિ, પગલે પગલે દીપાવે શક્તિ, માડી તારા નોરતામાં દુઃખ દર્દ હૈયેથી ભાગે, નામ તારું જ્યાં ઉચ્ચારે, માડી તારા નોરતામાં થાક સહુ જાયે ભૂલી, સાન ભાન તો જાયે વીસરી, માડી તારા નોરતામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|