પિંડે પિંડે રે મનવા, તારા નર્તન તો દેખાય છે
કરી બંધ આંખ તો જ્યાં, ત્યાં એ તો શરૂ થઈ જાય છે
વિકારે, વિકારે, નર્તન તારા તો અનોખા દેખાય છે
નર્તને, નર્તને થકવે પિંડને, તું તો ના થાકી જાય છે
નાચ તો તું નચાવે અનોખા, સહુ એમાં ડૂબી જાય છે
કામી ભી તું બનાવે, કામમાં તો ડુબાવી જાય છે
કદી તો તું બનાવે વૈરાગી, વૈરાગ્યમાં ડુબાવી જાય છે
સહુનું ભાન ભુલાવી, સુખદુઃખ તો અનુભવતી જાય છે
કદી અહીં, તો કદી ક્યાં, સહુને તું તો ખેંચી જાય છે
પહોંચે બધે તું તો, તોય `મા’ ના ધામમાં કાં ના પહોંચી જાય છે
જાશે તું જો ત્યાં તો, શાંતિ તો મળી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)