માગણી મારી હોય જો ના સાચી, તો `મા’
કાં સાચી સમજણ આપ, કાં માગણી પૂરી કરી નાખ
આશાના તાંતણે હવે તો ના લટકાવ `મા’- કાં સાચી...
જાગે નિરાશા, હૈયેથી આજ હટાવી નાખ `મા’- કાં સાચી...
માંડી છે મીટ જો એક તો તારા ઉપર `મા’ - કાં સાચી...
બીજા સાથે નથી મારે કાંઈ લેવા કે દેવા `મા’- કાં સાચી...
તું ના આપે તો જાવું મારે ક્યાં, એ તો કહી નાખ `મા’- કાં સાચી
નથી મારે ઘૂમવું બીજે તો ક્યાંય `મા’- કાં સાચી...
ના વિચલિત થાઊં, હિંમત એવી ભરી નાખ `મા’- કાં સાચી...
દયા જોઈએ તારી તો એટલી, કર્મોમાં શક્તિ ભરી નાખ `મા’- કાં સાચી...
રાતદિન રટું તને, મનડું તો સ્થિર કરી નાખ `મા’- કાં સાચી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)