નથી જોવાનો ઉપરવાળો તારી પાઈ કે પૈસાની પુરાંત રે
જોશે એ તો પાપ-પુણ્યનું ખાતું, એ તો ત્યાં વંચાય રે
જોયા કેટલા નાટક-સિનેમા, ગણતરી એની નવ થાય રે
હાથ દીધો કેટલાના દુઃખમાં, ગણતરી ત્યાં તો થાય રે
ત્રાસ દઈ મેળવ્યું કેટલું, એ તો ત્યાં નોંધાય રે
કરશે હડધૂત તું જો અન્યને, ઉપરવાળો રાજી નવ થાય રે
દીધી અણમૂલી કાયા, કીધો ઉપયોગ સાચો ખોટો, એ નોંધાય રે
પાપ-પુણ્યના સદાયે તારા, લેખા એના લખાય રે
વધારજે તારા પુણ્યનું ખાતું, એ તો ત્યાં વંચાય રે
ના લઈ જઈ શકશે બીજી મૂડી, પુણ્ય ભેગું કરવા લાગી જા રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)