આસન પ્રભુનું એમાં રે તું ડોલાવી દેજે,
વિશ્વાસે વિશ્વાસે જગમાં, જીવનમાં રે તું આગળ વધતો રે જાજે એમાં
જગમાં તારી જીવનની રે સ્થિરતા છે તારી નિશાની, ઝંડો એનો તું ફરકાવી દેજે
કારણ વિના કાંઈ ના કરે પ્રભુ રે જગમાં, વિશ્વાસનું કારણ, એની નજરમાં વસાવી દેજે
વિશ્વાસેને વિશ્વાસે જાશે વધતો જીવનમાં જ્યાં તું, શ્વાસો તારા તાલ દેવા એમાં લાગશે
છે અંશ જ્યાં તું પ્રભુનો ભરીને શક્તિ હૈયે, નબળો જીવનમાં ના તું રહેજે
તેજ વિશ્વાસનું હૈયાંમાં જ્યાં પ્રગટી જાશે, અંધકારનું ના ત્યાં કાંઈ ચાલશે
તારા કર્મનો ચોપડો વાંચે ભલે રે પ્રભુ, કરવા સુધારા એમાં, મજબૂર પ્રભુને બનાવી દેજે
ઝૂમી ઊઠશે રે પ્રભુ જ્યાં તારા રે વિશ્વાસે, એની મસ્તિમાં મસ્ત બની તુ ઝૂમજે
માંગ્યા વિના દેતા જાશે રે પ્રભુ, માંગવાની જરૂર તને ત્યારે તો ના રહેશે
જનમોજનમ રહ્યો છે તું હાથ ફેલાવતો, સ્વીકારવા તો હાથ ફેલાવવા, પ્રભુને મજબૂર બનાવી દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)