હર ફરિયાદ સાથે જ્યાં આશા ભળી
ફરિયાદ ત્યાં તો દૂષિત બની
ફરિયાદ જ્યાં સત્ય પર તો ટકી રહી
ફરિયાદ બધું તો એ કહી ગઈ
વંટોળ આવ્યો, જ્યાં દિશા એ પામી
દિશા ત્યાં તો એની બદલી ગઈ
હૈયે પ્રેમની ભરતી જ્યાં ચડતી રહી
ગરીબીમાં પણ અમીરી મળી
ભાવભરી ભક્તિ જ્યાં સાચી બની
દર્શન કાજે `મા’ તો મજબૂર બની
દિનરાત વીતતાં રહ્યાં, સમજ એની ના પડી
પળ પળ ત્યાં તો મોંઘી બની
નામે-નામે `મા’ તો નિરાળી રહી
ભેદ નામમાં તો ભૂંસતી ગઈ
આશાઓ તો પૂર્ણ થાતી રહી
હૈયે ઉમંગ તો ભરતી રહી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)