`મા’ ને સદા તું યાદ કરી લે, છે `મા’ તો તારણહાર
ભાર વધ્યો છે પાપનો તારો, ડૂબતા નહિ લાગે વાર
અજામિલને ભી તાર્યો, લીધું હતું જ્યાં નામ એકવાર
ગજેંદ્રની તો વ્હારે ચઢી, સૂણીને તો તેની પોકાર
ધાર્યા-અણધાર્યા કામો કરતી, કરી લે યાદ વારંવાર
નહીં છોડે એ અધવચ્ચે તને, ઉતારશે તને તો પાર
છે એ જ્યોત તો શક્તિની, છે શક્તિ તો અપરંપાર
અણુ-અણુમાં છે એ વ્યાપી, પહોંચ તું એને દ્વાર
હટાવી હૈયેથી શંકાઓ સઘળી, ના રાખ શંકા લગાર
એના વિના તો ના કોઈ જગમાં, છે એક એ તારણહાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)