એક કરે ને બીજું પામે છે, આ સૃષ્ટિ તો આ નિયમથી ચાલે છે
અનેક નિયમોથી ચાલતી આ સૃષ્ટિ, નિયમોમાં વિરોધાભાસ દેખાવે છે
કર્મો જગમાં જે કરે છે એ ભોગવે છે, કર્મો આ નિયમથી ચાલે છે
ખાડો ખોદે એમાં એ પડે, નિશ્ચેતન બને, બીજા એને એમાં દાટે છે
કંઈક અદીઠ કારણોથી જગ પીડાય છે, તો કોઈ કારણ ભી દેખાય છે
જળ જે જીવન દઈ જાય છે, કદી મોતનું કારણ બની જાય છે
વાવે ઝાડ તો એક, ફળ એના તો બીજા કોઈ ખાય છે
સમજાતું નથી કારણ જીવનમાં રે જ્યાં, આશરો ભાગ્યનો ત્યાં લેવાય છે
નિયતી ચલાવી રહી છે જગને, નિયતીના નિયમથી થાય છે, નિયમ ના તોયે સમજાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)