છોડજો ના હાથ જગમાં મારો, ઓ મારા જગના રે નાથ
કસમ તમારી, જગમાં ના હું તો ક્યાંયનો રહીશ
જનમોજનમ તો છે રે વીત્યા, તમને રે શોધતા
જનમોજનમની મહેનત ઉપર, પાણી ફરી વળશે મારા નાથ
તડપે છે હૈયું તમારા દર્શનને કાજ, હૈયે ધરજો તમે આ વાત
કરીને ગુનાઓ બધા મારા રે માફ, વળગાડજે હૈયે મને ઓ મારા નાથ
દુઃખ દર્દની હસ્તી તો, વહાલા તારા દૂરપણાને દે છે વધારી નાથ
સમજાઈ છે મને તો હવે આ વાત, ધરજો રે હૈયે તમે મારી આ વાત
ડોલે છે નૈયા ભવસાગરમાં રે જ્યાં, લેજો પકડી તમે તો મારો હાથ
માગું છું, અને જોઈએ છે જીવનમાં નાથ, છોડશો ના કદી તમે મારો હાથ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)