ઝૂક્યું ના કદી જે આસમાન, ઝીલવા સૂર્યકિરણોને પ્રભાતે તો એ ઝૂકી ગયું
દેવા વિદાય સૂર્યકિરણોના, સંધ્યાકાળે, નતમસ્તક વિદાય એને એ દઈ રહ્યું
ઊંચે ને ઊંચે રહેતું મસ્તક આકાશનું, સાગરની મહાનતાને બિરદાવવા એ ઝૂકી ગયું
સાગરની હાલત પણ હતી એવી, ચાહતો હતો મળવા આકાશને, માળખું મર્યાદાનું ના તોડયું
જોઈને મહાનતા સાગરની, ઉર્મિઓથી ઊભરાઈ, આકાશે નીતનવા રંગે રંગી દીધું
રાખ્યા સાચવી અનેક જીવોને સાગરે, આસમાનને બિરદાવી સાગરની મહાનતામાં નમ્યું
થઈને ખુશ સાગરે દીધા આર્શીવાદ આકાશને, સમાવજે અનેક તારાઓને તારામાં તું
એકરૂપ બન્યો સાગર એમાં એવો, ઝીલ્યા રંગો એણે આકાશના, રંગે એણે પોતાને રંગ્યું
રહ્યાં મહાન બંને પોતેપોતાના સ્થાને, છે મહાનતા બંનેમાં, એજ પડશે સમજવું
આસમાન રહ્યો નમીને બિરદાવી સાગરને, ચૂક્યા ના બંને, થયું મિલન તારા છેડાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)