હવાના ઝોકે ઝોકે નમી જાય જે ત્રાજવું, ન્યાય સાચો ક્યાંથી એ તોલશે
ઝોકે ઝોકે પણ ત્રાજવું જે સ્થિર રહે, ન્યાય સાચો તો એ તોલી શકશે
નમી નથી, નમાવી શક્યા નથી કુદરતને તો જ્યાં, ન્યાય જગમાં સાચો એ તોલશે
જોવી પડે રાહ ભલે કુદરતની, ન્યાય સાચો જરૂર એ તો તોલશે
દુઃખ દર્દ છે જીવનમાં કુદરતના પ્યાદા, એના દ્વાર તોલ્યા વિના ના રહેશે
રહેશે નિર્ભય થઈને જે કુદરતના ખોળે, અન્યાયની સંભાવના ના એમાં રહેશે
શું ઊંચ કે શું નીચ, છે કુદરત પાસે સહુ સરખા, કર્યા હશે કર્મો જેવા, ન્યાય એવો મળશે
જીવન સાથે રમી રહી છે કુદરત તો પાસા, હૈયાં ઊંચા નીચા કરાવતી એ રહેશે
નાદાનિયતભર્યા વર્તનમાં દેખાયે રૂપ રમ્યા ભલે કુદરતના, ખોટી ભ્રમણામાં ના રહેજે
રહ્યાં છે દીવાના પ્રભુ તો દિલના, ના એના દીવાના એ બનશે
બન્યા જ્યાં એકવાર દીવાના જ્યાં પ્રભુ, લૂંટાવ્યા વિના ના એમાં એ રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)