ડૂબેલો તો ડૂબકી શેમાં મારે (2)
તરવું છે જ્યાં જીવનમાં એણે, એ તો શેમાં તરે
ચાહે સહારો તરવામાં જીવનમાં, અહં એનું વચ્ચે આવે
જીવનમાં તો એ તરવાને તરવા ચાહે, જીવનમાં ડૂબતોને ડૂબતો જાયે
આસપાસ અંધકાર એને દેખાયે, હૈયેથી તેજને ખૂબ ચાહે
જાય બચાવવા શક્તિ વિનાનો એવો, એને એ તો ખેંચી મારે
ડૂબ્યો અહંમાં જીવનમાં જે, વાસ્તવિકતા ના એ સ્વીકારી શકે
ડૂબેલોને ડૂબેલો રહીને જીવનમાં, શ્વાસો મુક્તિના એ તો રૂંધે
ચાહતને ચાહતમાં રહે ગૂંગળાતો, શ્વાસો મુક્તિના એ તો ઝંખે
શંકાને અવિશ્વાસમાં રહે પછડાટ ખાતો, જીવનમાં એ ડૂબતો જાયે
આવી અવસ્થામાં જીવી જીવીને, તેજ અંધકારમાં ભલે, અંધકાર તેજમાં ભમી જાયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)