રહી રહીને, ઇચ્છાઓને ઇચ્છાઓ, હૈયાંમાં તો, જાગતીને જાગતી ગઈ
રાખી ના શક્યો જ્યાં કાબૂમાં એને રે જીવનમાં, મને એ તાણતીને તાણતી ગઈ
લાગી શરૂમાં એ તો નાની ને નાની, પરિણામ એના ગંભીર એ આપતી ગઈ
કદી લાગી એ મીઠી મીઠી, કદી લાગી આકરી, જીવનમાં મને એ દોડાવતી ગઈ
કદી જીવનમાં શિખરો સર કરાવતી ગઈ, કદી જીવનમાં મને તો એ પાડતી ગઈ
પૂર્ણ કે અપૂર્ણ જ્યાં એ રહી જીવનમાં, સુખદુઃખના ઝોલા એ ખવરાવતી ગઈ
જાળ એની એવી એ પાથરતી ગઈ, મને એમાંને એમાં એ ફસાવતીને ફસાવતી ગઈ
કદી કંઈ, કદી કેવી, એ જાગતીને જાગતી ગઈ, મને એમાં તો એ દોડાવતી ગઈ
કદી ધીમે ધીમે જાગી, કદી એ અચાનક જાગી, એ તો જાગતીને જાગતી ગઈ
વધતોને વધતો ગયો પ્રવાહ એનો, ના અટક્યો, ઝાઝી ઝાઝી ઉપાધિ આપતી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)