ડગમગતા પગ જીવનમાં મારા, કેમ આજ વધુ એ ડગમગી ગયા
બન્યું એવું તો શું જીવનમાં, સ્થિરતાના ચાહક પગ મારા આજ ડગમગી ગયા
શક્તિઓના દાવાઓને જીવનમાં, કેમ આજે તો એ હલાવી ગયા
હતા જીવનમાં એવા કેવાં રે કારણો, ચારે દિશાઓમાંથી મને ભીંસી ગયા
કલ્પનાના ઘોડાઓમાં રાચી, વાસ્તવિક્તા જીવનમાં ના એ સ્વીકારી શક્યા
દૂરને દૂરની ધરતીની ખોજમાં ને ખોજમાં, પગ નીચેની ધરતી જોવી શું એ ભૂલી ગયા
ઉતાવળ ને ઉતાવળોમાં, સ્થિર ડગલાં ભરવા જીવનમાં શું એ ચૂકી ગયા
ચડયો હતો એના ઉપર એવો કેવો નશો, એ નશામાં શું એ ડગમગી ગયા
જીવનમાં પ્રેમમાં શું એવા એ છિન્ન ભિન્ન થઈ ગયા, એમાં શું એ ડગમગી ગયા
ચિંતાને ચિંતાઓના ઉજાગરાને ઉજાગરાઓએ, અસ્થિર એને શું બનાવી દીધા
વિશ્વાસની માત્રા જીવનમાં શું એ ચૂકી ગયા, ડગમગતા પગલાં એનાં વધુ ડગમગી ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)