રહ્યો છે ગૂઢ સંબંધ તારો, રહ્યો છે જનમ જનમનો તારો નાતો
તોયે તને નથી સમજી શક્યો, જીવનમાં તોયે તને નથી સમજી શકવાનો
જે કાંઈ છે, જે કાંઈ મેળવીશ જગમાં, છે બધું તારા થકી ના એ સમજ્યો
કદી દીવાનો એનો બન્યો, જગમાં જે કરાવતો રહ્યો એ હું કરતો રહ્યો
સરળ જીવનને પણ રે જગમાં, પાટા ઉપરથી તો એ ઉતારી ગયો
ના જીવનમાં ક્યારેય એના વિના તો રહ્યો, જીવનનો આધાર એને એ રહ્યો
સપનામાં પણ ના રહ્યો એના વિના, નાતો ના એનો ક્યારેય તૂટયો
શ્વાસો પણ નિભાવી રહ્યાં સાથ એનો, છે એનો એવો રે નાતો
જાણવા છતાં ના પૂરો સમજી શક્યો, સમજ્યા છતાં ના એ તો છૂટયો
બાંધી રહ્યો જીવનને એ તો એવો, જીવનને ના એનાથી જુદો પાડી શક્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)