Hymn No. 6065 | Date: 12-Dec-1995
|
|
Text Size |
 |
 |
1995-12-12
1995-12-12
1995-12-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12054
કરું કરું જગમાં હું ઘણું ઘણું કરું, જાણું ના હું, કેમ એ પૂરું કરું
કરું કરું જગમાં હું ઘણું ઘણું કરું, જાણું ના હું, કેમ એ પૂરું કરું કરતોને કરતો હું તો રહું, ધાર્યું પ્રભુનું તોયે થાતુંને થાતું રહ્યું મળતા નિષ્ફળતા તો જીવનમાં, દોષ કર્મોનો તો હું કાઢુંને કાઢું કાર્યમાં કદી મારી યોગ્યતા કે, અયોગ્યતા ઉપર વિચાર ના કરું મેળવવામાંને મેળવવામાં તલ્લીન બનું, મન ને વિચારોથી વિશુદ્ધતા વીસરું નિરાશાને નિરાશાઓમાં જ્યાં ડૂબું, ભાગ્ય સામે હાથ જોડી હું તો બેસું ભાગ્ય ને કર્મમાં જ્યાં અટવાઉં, પુરુષાર્થ ઉપર પૂર્ણવિરામ ત્યારે તો મૂકું ઇચ્છાઓ જીવનમાં જ્યાં ના છોડી શકું, આશરો પુરુષાર્થમાં પાછો શોધું ખોટા વિચારોને ખોટા ભાવોને, નજરમાં જ્યાં હું ના રાખું વિશ્વાસ વિના જ્યાં ત્યાં હું ભટકું, કાર્ય પૂરું ત્યાં ના હું કરી શકું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karu karum jag maa hu ghanu ghanum karum, janu na hum, kem e puru karu
karatone karto hu to rahum, dharyu prabhu nu toye thatunne thaatu rahyu
malata nishphalata to jivanamam, dosh karmono to hu kadhunne kadhum
karyamam kadi maari yogyata ke, ayogyata upar vichaar na karu
melavavamanne melavavamam tallina banum, mann ne vicharothi vishuddhata visaru
nirashane nirashaomam jya dubum, bhagya same haath jodi hu to besum
bhagya ne karmamam jya atavaum, purushartha upar purnavirama tyare to mukum
ichchhao jivanamam jya na chhodi shakum, asharo purusharthamam pachho shodhum
khota vicharone khota bhavone, najar maa jya hu na rakhum
vishvas veena jya tya hu bhatakum, karya puru tya na hu kari shakum
|