Hymn No. 6069 | Date: 16-Dec-1995
|
|
Text Size |
 |
 |
1995-12-16
1995-12-16
1995-12-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=12058
સમજદારીની સમજદારીના પડદા, જીવનમાં જ્યાં ચિરાઈ ગયા
સમજદારીની સમજદારીના પડદા, જીવનમાં જ્યાં ચિરાઈ ગયા સમજદારીની સમજદારીના માપ, જીવનમાં ત્યાં નીકળી ગયા તરતી હતી સમજદારી છીછરા જળમાં, ઉત્પાત એ તો કરી ગયા હતો મદાર જે સમજદારી ઉપર, હતા બેસમજદારીના બુંદ એમાં ભર્યા સ્વીકારી ના શકી જ્યાં એ મુદ્રા, નવી જીદના કારણ એ બની ગયા ભળ્યા સ્વાર્થ, ઇર્ષ્યા ને ક્રોધ જ્યાં એમાં, દૂષિત બનાવી એને એ ગયા ભળ્યું સત્ય જ્યાં સમજદારીમાં, તેજ અનોખા એના એ પાથરી ગયા તેજ સમજદારીના જ્યાં પથરાતાં ગયા, જીવન ઉજ્જવળ બનાવી એ ગયા મળી દિશા જ્યાં સમજદારીને, શિખર જીવન સર તો થાતા ગયા કસોટીએ ચડતી ગઈ જ્યાં સમજદારી, તેજ એને એ બનાવી ગયા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
samajadarini samajadarina padada, jivanamam jya chirai gaya
samajadarini samajadarina mapa, jivanamam tya nikali gaya
tarati hati samajadari chhichhara jalamam, utpaat e to kari gaya
hato madara je samajadari upara, hata besamajadarina bunda ema bharya
swikari na shaki jya e mudra, navi jidana karana e bani gaya
bhalya svartha, irshya ne krodh jya emam, dushita banavi ene e gaya
bhalyum satya jya samajadarimam, tej anokha ena e paathari gaya
tej samajadarina jya patharatam gaya, jivan ujjavala banavi e gaya
mali disha jya samajadarine, shikhara jivan saar to thaata gaya
kasotie chadati gai jya samajadari, tej ene e banavi gaya
|