ના એ તો ચૂપ રહે, એ તો બોલે બોલે ને બોલે, એ તો કાંઈ તો કહે
જીવનમાં જિહ્વા તો ના ચૂપ રહે, એ તો બોલે ને બોલે, એ તો કાંઈ તો કહે
ખાલી જિહ્વા જીવનમાં બોલે એવું કાંઈ નથી, અન્ય ચીજો પણ બોલે ને બોલે
આંખોના ઇશારાઓ ને આંખોના ભાવો, ના ચૂપ એ રહે, એ તો બોલે ને બોલે
સંજોગોને સંજોગો જીવનમાં આવે ને જાગે, મજબૂરી જીવનની એમાં તો બોલે ને બોલે
ઉપાધિઓ જીવનમાં આવે ને જાગે, ક્રોધ, ઇર્ષ્યા ને અહં એમાં તો બોલે ને બોલે
નિરાશાઓને નિરાશાઓમાં બદલાય ચાલ, માનવની ચાલ એની એમાં બોલે ને બોલે
કરમાયેલું હૈયું, ચગદાયેલ મન, ક્યારેક તો એ, બોલે ને બોલે, કાંઈક એ તો કહે
દુર્ભાગ્ય જગમાં જીવનમાં, ના ચૂપ એ તો રહે, એ તો બોલે ને બોલે
વાત નશામાં ના કોઈના પેટમાં ટકે, જીવનમાં ત્યારે એ તો બોલે ને બોલે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)